મુવાલ-વડુ રસ્તા પર ટેન્કર અડફેટે બાઇક ચાલક ઘવાયો

પાદરા-જંબુસર રસ્તા ઉપર મુવાલથી વડુ જતાં હોટલ સામે ટેન્કર ચાલકે મોટર સાયકલ ચાલકને અડફેટે લઇ અકસ્માત કરતાં મુવાલના એક ઈસમને ગંભીર ઇજા પહોચી હતી. જેથી તેને ૧૦૮માં વડોદરાની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતાં. અકસ્માત કરી ભાગી છૂટેલા ટેન્કર સામે ગુનો નોંધી કાયદેસરની તપાસ કરી હતી. પાદરાના મુવાલ ગામે વાઘેલા ફળિયામાં રહેતા ધર્મેન્દ્ર અજીતસિંહનાઓ પોતાની મોટર સાયકલ લઇ જઇ રહેલા હતાં. તે દરમિયાન મુવાલથી વડુ જતાં હોટલ સામે એક કન્ટેનર ચાલકે પોતાનું ટેન્કર પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી બાઇક સવાર ધર્મેન્દ્ર અજીતસિંહને અડફેટે લેતા સાયકલ ઉપરથી ધર્મેન્દ્રભાઇ રસ્તા પર પટકાયા હતાં. જેઓને માથાના ભાગે તેમજ શરીરના ભાગે ગંભીર ઇજાઓ થવા પામી હતી. ટેન્કર ચાલક અકસ્માત કરી નાસી છૂટયો હતો. રસ્તા પર પટકાયેલા ધર્મેન્દ્ર ચૌહાણનાઓને ૧૦૮માં પ્રથમ વડુ સારવાર લીધા બાદ ગંભીર હાલતમાં વડોદરાની હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયા હતાં. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી નાસી ગયેલા ટેન્કરચાલક સામે કાયદેસરની તપાસ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *