નડિયાદના કંજોડાની સીમમાં ગેસ્ટ હાઉસમાં ચાલતા આઈપીએલના સટ્ટા પર પોલીસે રેડ પાડી એક ઈસમને પકડી કાયદેસરની તપાસ હાથ ધરી

નડિયાદ તાલુકાના કંજોડા ગામની સીમમાં આવેલ રણછોડ ગેસ્ટ હાઉસમાં આઈપીએલની ફાઈનલ પર સટ્ટો રમાડતા આણંદના એક શંકુને પોલીસે પકડી પાડીને કાયદેસરની તપાસ હાથ ધરી છે. મળતી વિગતો અનુસાર આઈપીએલ ૨૦૧૯ની ફાઈનલ મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નાઈ સુપરકિંગ્સ વચ્ચે યોજાઈ હતી. આ ફાઈનલ મેચમાં સટ્ટો રમવા સટોડીયા કામે લાગી ગયાં હતાં. નડિયાદ તાલુકાના ડાકોર રસ્તા પર આવેલ કંજોડા ગામની સીમમાં રણછોડ ગેસ્ટ હાઉસ આવેલુ છે. તેના રૂમ નં ૧૦૯ માં આ ફાઈનલ મેચ પર સટ્ટો રમાતો હોવાની વિગતો નડિયાદ રૂરલ પોલીસને મળી હતી. જેથી નડિયાદ રૂરલ પોલીસે રેડ પાડી હતી. અને ગેસ્ટ હાઉસના રૂમ નં ૧૦૯ માંથી અમિતકુમાર ઉર્ફે છોટે વિમલકુમાર ભાટીયાને ઝડપી પાડ્યો હતો. તેની પાસેથી લેપટોપ કિંમત રૂ.૨૦,૦૦૦, ચાર નંગ મોબાઈલ રૂ.૪,૦૦૦, તથા જીટીપીએલ કંપનીનું એક રિમોટ, મોબાઈલ ચાર્જર, એલસીડી, સેટટોપ બોક્ષ વગેરે મળી રૂ.૩૭,૧૫૦ નો મુદ્દામાલ મળી આવતા કબ્જે કરીને જુગારધારા હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *