૬૦ લાખનું કૌભાંડ આચરી નાસતો ફરતો ઈસમ પકડાયો

ગુજરાત ઇન્ટરનેટ જોબ નામે આઈ.ડી. બનાવી ઓફીસ ચાલુ કરી દૈનિક ન્યૂઝ પેપરોમાં એક આઈ.ડી.ના રૂ.૧૦,૦૦૦ ના વર્ષમાં રૂ.૨૪,૦૦૦ મળશે તેવી લોભામણી જાહેરાતો આપી આશરે કુલ રૂપિયા ૬૦ લાખનું કૌભાંડ આચરી છેતરપિંડી કરી ઓફીસ બંધ કરી નાશી ગયેલ જે ભક્તિનગર પોલીસ સ્ટેશનના છેતરપિંડીના ગુન્હામાં છેલ્લા છ વર્ષથી નાસતો ફરતો ઈસમ નિલેશભાઇ કાલિદાસભાઈ કણસાગરા રહે. ઈશ્વરકૃપા સોસાયટી. એલ.એચ. રોડ વરાસ્છા સુરત મૂળ-એસ.આઈ.ડી.સી. રોડ સાપર વેરાવળ તા.કોટડા સાંગાણી જી.રાજકોટ વાળાને ગોંડલ રોડ ચોકડી પાસેથી પકડી પાડી ધોરણસરની તજવીજ કરતી ક્રાઇમ બ્રાંચ પોલીસ. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *