ગાંધીધામના સપનાનગરમાં રહેનાર મહિલા સાથે રૂ; 1.68 લાખની છેતરપિંડી
copy image

ગાંધીધામના સપનાનગરમાં રહેનાર મહિલા સાથે રૂ; 1,68,567ની છેતરપિંડી થઈ હોવાની પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ બનાવ અંગે સૂત્રોમાથી મળતી માહિતી અનુસાર ધનલક્ષ્મીબેન શૈલેશ ગોર નામની મહિલા પાસે અજાણ્યા નંબર પરથી વોટ્સએપ કોલ આવ્યો હતો. અને ક્રેડિટકાર્ડ વીસે પૂછા કરી આ કાર્ડમાં ક્રેડિટ વધારવી છે તેવું પુછ્યું હતું, મહિલાએ હા કરતાં થોડી વાર પછી વિડીયો કોલ કરી ખોટી વાતો કહી ભોગ બનનાર મહિલા પાસેથી આરોપીઓએ ક્રેડિટકાર્ડની તમામ વિગતો પ્રાપ્ત કરી લીધી હતી. બાદમાં મહિલાને શક પડતાં કોલ કટ કરી તાત્કાલિક તપાસ કરતાં જણાયું કે ત્રણ ટ્રાન્જેક્શન દ્વારા મહિલાના અકાઉન્ટમાથી રૂા.1,65,567 ઉપડી ગયા છે. આ મામલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ આરંભી છે.
