વાંકાનેરમાંથી સગીરાનું અપહરણ કરનાર શખ્સને એસઓજી ટીમે પકડ્યો

વાંકાનેર તાલુકાના અપહરણના ગુન્હામાં નાસ્તા ફરતા શખ્સોને સુરેન્દ્રનગરના પાટડીથી મોરબી એસઓજીની ટીમે પકડી પાડી ધોરણસરની તપાસ હાથ ધરી હતી. તેમજ ભોગ બનનાર પણ મળી આવતા તેના વાળીને સ્પ્વામાં આવ્યા હતા. મળતી વિગત અનુસાર મોરબી જીલ્લા પોલીસ વડા ડો.કરનરાજ વાઘેલાની સુચના હેઠળ મોરબી એસ.ઓ.જી પી.આઈ. એસ.એન.સાટીના માર્ગદર્શન હેઠળ મોરબી એસ.ઓ.જી. ટીમના અનિલભાઈ ભટ્ટ, ફારૂકભાઈ પટેલ અને નરેન્દ્રસિંહ જાડેજાને મળેલી ખાનગી બાતમીના આધારે સુરેન્દ્રનગરના પાટડી ગામેથી વાંકાનેર તાલુકા પોલીસ મથકના અપહરણના ગુન્હામાં નાસ્તો ફરતો શખ્સ દેવકરણ દેવજીભાઈ કડિવાર ( ઉ.૨૨) અને ભોગ બનનાર બંને મળી આવતા શખ્સની કાયદેસરની ધરપકડ કરી હતી. તેમજ ભોગ બનનારને તેના વાલીને સોંપવા વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનને સોપવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *