જામનગરમાં ચલણી સિક્કા ઉછાળીને જુગાર રમતા 4 શંકુઓ ઝડપાયા

જામનગર અને કાલાવડમાં પોલીસે જુગારના 4 દરોડા પાડીને 10 શંકુને ઝડપી પાડીને રોકડ રૂપિયા તેમજ જુગાર રમવાનું સાહિત્ય જપ્ત કરીને આગળની તપાસ આરંભી છે. શહેરના ભીમવાસ શેરી નંબર 2માં, સ્ટ્રીટ લાઇટના અજવાળે રૂપિયાના સિક્કાઓ ઉછાળીને જુગાર રમતા ભાવેશ દેવજીભાઇ ધુલિયા, કિશોર ભીમશીભાઈ સુવા, મહેશ મનજીભાઇ રાઠોડ અને નરેન્દ્ર મનજીભાઇ વાઘેલાને પોલીસે ઝડપી પાડી રોકડ રૂ.11,191 જપ્ત કર્યા હતા. ધરારનગર 2માં જાહેરમાં હુશેન ઉર્ફે ટીણી સુલેમાન સમેજાને પોલીસે વર્લીના આંકડા લખી જુગાર રમતા પકડી પાડી રોકડ રૂ.1,500 જપ્ત કર્યા હતા. શહેરના ધરારનગર 2માં સહીદી હોટેલ નજીક જાહેરમાં વર્લીના આંકડા લખી જુગાર રમાડતા રજાક ઉર્ફે બાબો આલમ ખફીને પોલીસે રોકડ રૂ. 2,100 સાથે ઝડપી લીધો છે.                    

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *