માંડવીમાં જાહેરમાં આંકડો લેતો શખ્સ દબોચાયો

copy image

માંડવીમાં જાહેરમાં આંકડો લેતા શખ્સને પોલીસે દબોચી લીધો હોવાનો બનાવ સામે આવી રહ્યો છે. આ મામલે પ્રાપ્ત થતી વિગતો મુજબ માંડવીના ભીડગેટ પાસે ધર્મશાળા રોડ પર શ્રીદેવી બજારમાં જાહેરમાં પેન, પાના વડે આંકડો લેતા તેજસી ધનજી રાઠોડ નામના શખ્સને અચાનક ત્રાટકેલી પોલીસે રોકડા રૂા.1800 તેમજ પેન, પાના સહિત ઝડપી પાડ્યો હતો. પોલીસે તમામ મુદ્દામાલ કબ્જે કરી આગળની કાયદેસરની કાર્યવાહી આદરી છે.
