કોટડા સાંગાણી નજીક પાણી પુરવઠા યોજનાના સંપમાંથી ૧૦,000 ના કોપર વાયરની તસ્કરી

રાજકોટ : કોટડા સાંગાણી નજીક નારણકા ચોકડી અને પીપલાણા વચ્ચે પાણી પુરવઠા યોજનાના સંપમાંથી તસ્કરો રૂ.૧૦,૨૦૦ ના કોપર વાયર ચોરી કરી જતા ફરીયાદ થઇ છે. મળતી વિગત મુજબ કોટડા સાંગાણી પાસે ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડના નારણકા સબ હેડ વર્કસ ગ્રુપ જુથ પાણી પુરવઠા યોજના સંપમાં કોઇ અજાણ્યા શખ્સએ ઇલેકટ્રીક મોટરનો ૪૫ મીટર કોપર વાયર તથા બીજો ખુલ્લો પડેલ ૪૫ મીટર મળી રૂ.૧૦,૨૦૦ ની કિંમતનો કોપર વાયર તસ્કરી કરી ગયા હતા. આ અંગેની જાણ થતા કોન્ટ્રાકટર જયેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ વાઘેલા (ઉ.વ.૨૬) (રહે. રીબડા, તા. ગોંડલ) એ કોટડા સાંગાણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પી.એસ.આઇ. કે.બી. શાંખલાએ તપાસ હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *