મોટી ચીરઇમાંથી 8,000 નો દારૂ મળ્યો, શખ્સ ફરાર

ભચાઉ તાલુકાના નવી મોટી ચીરઇ ગામ ખાતે આવેલી ભુકંપ વસાહતના રહેણાકના મકાનમાંથી એલસીબીએ પાડેલી રેડમાં રૂ.8,050 ની કિંમતના ભારતીય બનાવટના અંગ્રેજી દારૂની 23 બોટલ મળી હતી. પરંતુ શખ્સ હાજર મળ્યો ન હતો. ભચાઉ પોલીસ સ્ટેશનના પીએસઓ વલીમામદ રાયમાએ વિગતો આપતાં જણાવયું હતું કે, ગત રાત્રિના અરસામાં પેટ્રોલીંગ માં  રહેલી પુર્વ કચ્છ  એલસીબીની ટીમે બાતમીના આધારે નવી મોટી ચીરઇમાં આવેલા ભુકંપ વસાહતના મકાન નંબર એલ-16 ના મકાનમાં રેડ પાડી હતી. જેમાં મકાનમાંથી રૂ.8,050 ની કિંમતના ભારતીય બનાવટના અંગ્રેજી દારૂની 750 એમએલની 23 બોટલ મળી આવી હતી. પરંતુ આ રેડ સમયે શખ્સ  યશપાલસિંહ ઉર્ફે એસઆર રાજુભા જાડેજા હાજર મળ્યો ન હતો. એલસીબીના હેડકોનસટેબલ પ્રહલાદસિંહ ચુડાસમાએ તેના વિરૂધ્ધ ભચાઉ પોલીસ સ્ટેશને ગુનો દાખલ કરાવી કાયદેસર તજવીજ કરી હતી. આ બનાવમાં વધુ તજવીજ પીએસઆઇ. જી.એ.ઘોરીએ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *