અંકલેશ્વર : અંદાડા જીએચબીમાં જાહેરમાં જુગાર રમતા એક શખ્સને પકડી પાડતી ભરૂચ એસ.ઓ.જી

અંકલેશ્વરના અંદાડા ગામ નજીક આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડમાં કેટલાક શખ્સો જુગાર રમી રહ્યા છે. બાતમીના આધારે ભરૂચ એસ.ઓ.જી.પોલીસે રેડ પાડતા જુગારીઓમાં નાસભાગ મચી જવા પામી હતી. પોલીસે સ્થળ પરથી અંદાડા ગામના ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાન નંબર-૧૭માં રહેતા રાજેશભાઈ રમેશભાઈ વસાવાને પકડી પાડી તેની અંગ ઝડતીમાંથી ૧૩,000 રોકડા અને એક મોબાઈલ ફોન મળી કુલ ૧૫,000 થી વધુનો મુદ્દામાલ જપ્ત કરી અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશનને હવાલે કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *