નાંદોદના વાવડી ગામમાં જુગાર રમતા 6 ઇસમોને રોકડ સાથે પોલીસે પકડી પાડ્યા, એક ઈસમ ફરાર થતા વોન્ટેડ જાહેર

રાજપીપળા પાસે આવેલા વાવડી ગામમાં જુગાર રમતા ઇસમોને મુદ્દામાલ સાથે પોલીસે પકડી લીધા જેમાં એક ફરાર થઈ ગયો હતો. પ્રાપ્ત વિગતો મુજબ રાજપીપળા પોલીસે બાતમીના આધારે નજીકના વાવડી ગામમાં એક ઝુપડાની ઓથમા ગંજીપાના વડે તીનપત્તીનો હારજીતનો જુગાર રમી રમતા દાવ ઉપરના રોકડા રૂ.૨,૩૫૦ તથા મોબાઈલો નંગ-૪ કિંમત રૂ.૧૧,૦૦૦ તથા મોટર સાયકલો નં-૪ કિંમત રૂ.૬૫,૦૦૦ તેમજ અંગ ઝડતીમાંથી કુલ રૂ.૧,૭૫૦ મળી કુલ રૂ.૮૦,૧૦૦ નો મુદ્દામાલ સાથે કુલ 6 ઇસમોને પકડી પાડ્યા. જયારે એક સુરેશ મહેશભાઇ વસાવા રહે.વાવડી પોલીસને ચકમો આપી ફરાર થઈ જતા પોલીસે તેની શોધખોળ શરૂ કરી છે. ઝડપાયેલા 6 ઇસમોમાં કંચન નરોતમભાઇ પ્રજાપતિ, રવી કંચન પ્રજાપતિ, અમીત કંચન પ્રજાપતિ, પીન્કેશ શાંતીલાલ વસાવા, મેહુલ દશરથ વસાવા, મહેન્દ્ર અરવિંદ વસાવા બધા રહે.વાવડી,તા. નાંદોદ, નર્મદાને પકડી જુગારધારા હેઠળ અટકાયત કરી કાયદેસર તપાસ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *