હળવદ પંથકમાં દારૂની હેરાફેરી રોકવા કાર્યરત પોલીસની ટીમે ટીકર રોડ પરથી પસાર થતી કારમાંથી ચાર બીયરના ટીન સાથે ત્રણ ઇસમોને પકડી પાડીને કાર સહિતનો મુદામાલ કબ્જે કર્યો છે. હળવદ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન ટીકર રોડ પરથી પસાર થતી બલેનો કાર નંબર જીજે ૩૬ એલ ૫૭૦૦ શંકાસ્પદ જણાતા રોકીને તલાશી લેતા કારમાંથી ચાર બીયરના ટીન કિંમત રૂ.૪૦૦ મળી આવતા પોલીસે કારમાં સવાર પોપટ દેવજીભાઈ ધોળકીયા (ઉ.વ.૪૭) રહે મોરબી પંચાસર રોડ, હરજીવન સુરેશભાઈ ધોળકીયા (ઉ.વ.૨૩) રહે શનાળા પ્લોટ વિસ્તાર મોરબી અને એજાજ હનીફ કગથરા (ઉ.વ.૨૫) રહે ટીકર રોડ હળવદ વાળાને પકડી પાડીને કાર કિંમત ૫ લાખ અને બીયર સહીત ૫,૦૦,૪૦૦ નો મુદામાલ કબ્જે કરી ધોરણસરની તજવીજ હાથ ધરી છે.