Skip to content
ભુજ તાલુકાના જવાહરનગર ગામની સીમમાં લાંબા સમયથી ચાલતી જુગાર કલબ ઉપર સ્થાનિક પોલીસે રેડ પાડી 6 જણાને ૩૧,૧૪૦ની રોકડ સહિત ૩૪,ર૪૦ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી જુગાર કલબનો પર્દાફાશ કર્યો હતો. પોલીસ સુત્રોમાંથી મળતી વિગતો અનુસાર ભુજ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક જે.એન. પંચાલને મળેલ પૂર્વ બાતમીના આધારે પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક સૌરંભ તોલંબિયાના માર્ગદર્શન હેઠળ પદ્ધર પીએસઆઈ એસ.જે. રાણા તથા સ્ટાફે રાત્રીના અરસામાં જવાહરનગર ગામની સીમમાં રેડ પાડી એલએડી લાઈટ તથા ઓટોમેટીક પાવર બેટરીના પ્રકાશે જુગાર રમતા જુસબ આમદ મંધરિયા (રહે બોલાડી), માવજી ભુરા કેરાસિયા (રહે જવાહરનગર), ભીમા સવા ડાંગર (રહે ખેંગારપર), ધુલા દાના ચાડ (રહે જવાહરનગર), ગગુ ખીમા ડાંગર (રહે વંગ, તા. નખત્રાણા) તથા પ્રવીણ કાનજી કેરાસિયા (રહે જવાહરનગર)ને રોકડા રૂપિયા ૩૧,૧૪૦ તથા ૪ મોબાઈલ, બેટરી, એલઈડી લાઈટ સહિત ૩૪,ર૪૦ ના મુદ્દામાલ સાથે પકડી પાડી સલાખો પાછળ ધકેલી દીધા હતા.