મોરબીના પીપળી રોડ પર પુરપાટ આવતા ડમ્પર ચાલકે એકટીવાને હડફેટે લેતાં યુવાનનું મૃત્યુ નિપજયું હતું. બનાવ અંગે તાલુકા પોલીસે નોંધ કરી ધોરણસરની તજવીજ હાથ ધરી છે. વાવડી રોડ પર આવેલ જનકનગર શેરીના રહેવાસી સુરેશ મહાદેવભાઈ સરાવાડીયા ઉ.વ.૨૬એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવી છે કે, તેનો ભાઈ અતુલને હરીપર કેરાળા રોડ પર ચાની કેન્ટીંગ તથા અનાજ કરીયાણાની દુકાન હોય અને અતુલ દુકાનેથી રાત્રીના અરસામાં ઘરે પાછા ફરતા હોય દરમ્યાન પીપળી રોડ પર જીઈબી સબ સ્ટેશન પાસે ડમ્પર ચાલક નંબર જીજે ૩ એઝેડ ૬૮૩૧ના ચાલકે અતુલના એકટીવા નંબર જીજે ૩૬ ઈ ૮૮૬૫ને હડફેટે લેતાં તેને ગંભીર ઈજા થતાં તેનું મૃત્યુ નિપજયું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તજવીજ હાથ ધરી છે.