Skip to content
નવાબંદર મફતનગર વિસ્તારમાં કનુભાઇ કોળીના મકાનની બાજુમા જાહેર જગ્યામાં ઇલેક્ટ્રીક લાઇટના અંજવાળે અમુક શખ્સો ગંજીપતાનાં પાના-પૈસા વતી તીનપત્તીનો હારજીતનો જુગાર રમે છે. જે હકિકત આઘારે બાતામીવાળી જગ્યા ઉપર પંચ સાથે દરોડો પાડતા કુલ ૬ શખ્સો જાહેરમાં ઇલેક્ટ્રીક લાઇટના અંજવાળામાં હારજીતનો તીનપતીનો જુગાર રમતા મળી આવતા તેઓને જેમના તેમ બેસાડી દેતા જેમાં જીતુભાઇ ભુપતભાઇ ગોહિલ ઉ.વ.૨૭, રાકેશભાઇ રમેશભાઇ રાઠોડ ઉ.વ.૨૮, હરેશભાઇ અશોકભાઇ મેર ઉ.વ.૨૧, સુરેશભાઇ ઓધાભાઇ વિસાવડીયા ઉ.વ.૩૧, વિજયભાઇ ઠાકરશીભાઇ મેર ઉ.વ.૩૦, અશોકભાઇ ભુપતભાઇ ખશીયા ઉ.વ.૩૪ જાહેરમાં ઇલેક્ટ્રીક લાઇટના અંજવાળે ગંજીપતાનાં પાનાં વડે પૈસા વતી હારજીતનો તીનપત્તીનો જુગાર રમી રમાડતા મળી આવતા ગંજીપતાનાં પાના, રોકડ રૂ.૪૬,૨૦૦,મોબાઇલ નંગ ૮ કિંમત રૂ.૨૨,૦૦૦ મળી કુલ રૂ.૬૮,૨૦૦ નાં મુદ્દામાલ સાથે પકડી પાડી ઘોઘારોડ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધણી કરાવેલ છે.