ભરૂચ એલસીબી પોલીસે ટ્રાન્સફોર્મર તસ્કરીના ગુનામાં ફરાર વધુ શખ્સની અટકાયત કરીને કાયદેસરની તપાસ હાથ ધરી છે. ભરૂચ એલસીબી પોલીસની ટીમ અંકલેશ્વરમાં પેટ્રોલીંગમાં હતો. દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશનના ટ્રાન્સફોર્મર તસ્કરીના અલગ અલગ સાત ગુનામાં સંડોવાયેલ શખ્સ જેવી બાતમીના આધારે ભરૂચ એલસીબી પોલીસે રેડ પાડી અંકલેશ્વરના આંબોલી ગામના પટેલ ફળિયામાં રહેતા શનાભાઈ મથુરભાઈ વસાવાને પકડી પાડી તેના વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી છે.