રાજકોટ : પાટીદાર ચોકથી રૈયા ગામ તરફ જતાં રસ્તા પર ટોપલેન્ડ રેસિડેન્સી નજીક ફલોરલ-૨ કોમ્પલેક્ષમાં આવેલી ત્રણ દૂકાનોના શટર ઉંચકાવી તસ્કરો રોકડા, ચોકલેટ, પાવડર, તેલ, વિમલ પાન મસાલાના ખાલી થેલા મળી રૂ.૩,૫૨૦ની તસ્કરી કરી જતાં યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના પીએસઆઇ પી.એ. ગોહેલે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. આ બાબતે સોમનાથ-૩માં રહેતાં ડેનિશ અરવિંદભાઇ દેલવાડીયા (પટેલ) (ઉ.૩૩)એ ફરિયાદ લખાવી છે. તસ્કરો તેની દૂકાનરોકડા રૂ.૧,૦૦૦ તથા ૫૦૦નું પરચુરણ, બાજુમાં આવેલી યોગેશભાઇ કાલાવડીયાની દૂકાનમાંથી ચોકલેટ, પાવડર, તેલ મળી ૨,૦૦૦ની મત્તા તથા કાનજીભાઇ લાલજીભાઇ કાનાણીની દૂકાનમાંથી રૂ.૨૦ની કિંમતના વિમલ પાન મસાલાના બે ખાલી થેલા તસ્કરી કરી ગયાનું ફરિયાદમાં જણાવાયું છે. સદ્દનસિબે મત્તા ઓછી ચોરાઇ છે પણ એક સાથે ત્રણ દૂકાનો તૂટી હોઇ વેપારીઓમાં દેકારો મચી ગયો હતો.