રાજકોટ : ગોંડલ શહેરમાં રૂરલ એલસીબીએ બે જુદા જુદા સ્થળે રેડ પાડીને જૂગાર રમતા ૧૧ શંકુઓને પકડી પાડી રૂ.૨.૩૨ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જ્યારે આ રેડમાં એક શંકુ પલાયન થઈ જતા પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે. ગોંડલ શહેરના કેટલાક વિસ્તારોમાં જૂગાર રમાતો હોવાની બાતમી રૂરલ એલસીબીના ઈન્ચાર્જ પીઆઈ એચ.એ. જાડેજા તથા પીએસઆઈ વી.એમ. લગારીયાને મળી હતી. બાતમીના આધારે પોલીસે રેડ પાડી હતી. જેમાં પ્રથમ રેડમાં જૂગાર રમતા ભુપત મનસુખ ગોહેલ, સલીમ કરીમ મકવાણા, રમણીક માધાભાઈ મકવાણા, રફીક આબાભાઈ કટારીયા, બાબા વલ્લભાઈ ભુવા, બાબુ હીરજીભાઈ પાંભર તથા ફિરોજ અલ્લારખા મુળીને રૂ.૪૯, ૬૬૦ તથા બે વાહનો મળીને રૂ.૯૮,૬૬૦ ના મુદ્દામાલ સાથે પકડી પાડયાં હતાં.