બોટાદ : સેથળી ગામ પાસે ઉમિયાધામ નજીકથી ખાંભડા ગામના દશરથ ઉર્ફે મુનો ગણેશભાઈ જોગડિયા ને રમેશ શિવાભાઇ જોગડિયા જિપમાં શરાબ લઈને નીકળવાના હોવાની બાતમીના આધારે બોટાદ પોલીસે વોચ ગોઠવી હતી. દરમ્યાન જીપ નીકળતા તેને રોકવાનો પ્રયાસ કરતાં બંને ઇસમો રસ્તા ઉપર જ વાહન રેઢું મુકી ફરાર થઈ ગયા હતા. પોલીસે તલાશી કરતાં જીપમાંથી રૂ. 1.80 લાખની કિંમતની શરાબની બોટલ મળી આવતા શરાબ અને જીપ મળી કુલ રૂ. 3.80 લાખનો મુદામાલ જપ્ત કરી પલાયન બંનેની શોધખોળ શરૂ કરી છે.