પાલનપુરના આર.પી.એફ કોન્સટેબલ ૨૦,૦૦૦ની લાંચ લેતા પકડાયા

પાલનપુર રેલ્વે વિભાગમાં કોન્ટ્રાકટર તરીકે કામ કરતા એક વ્યક્તિએ તેના કપચી ભરેલા ડમ્પરથી મોટા રેલ્વે ફાટકના વીજ પોલને ડમ્પર રીવર્સ લેતા થોડુ નુકશાન પહોચાડયું હતું. જે અંગે પાલનપુરના આર.પી.એફ કોન્સટેબલ શબ્બીરઅલી અકબર અલી મેઠાએ તેનો સંપર્ક કરી તમારી ઉપર ફરીયાદ દાખલ થશે અને ફરીયાદ ના દાખલ કરાવવી હોય તો તમારે વ્યવહાર કરવો પડશે એમ કહી રૂ.૫૦,૦૦૦ની માંગણી કરી હતી. જે રકઝક કરતાં રૂ.૨૦,૦૦૦ આપવાનુ નકકી કર્યું હતું. આથી ડમ્પર ચાલકે પાલનપુર એસીબીનો સંપર્ક કરતાં ભુજ બોર્ડર એકમ એ.સી.બી.ના મદદનીશ નિયામક કે.એચ.ગોહીલના માર્ગદર્શનમાં બનાસકાંઠા એ.સી.બીના પોલીસ ઈન્સ્પેકટર કે.જે.પટેલે તેમના સ્ટાફ સાથે પાલનપુરની અમનપાર્ક સોસાયટીમા છટકુ ગોઠવી કોન્સટેબલ શબ્બીરઅલીને રૂ.૨૦,૦૦૦ની લાંચ સ્વીકારાતા રંગે હાથ પકડી લીધા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *