શામળાજી પાસે અણસોલ ગામની સીમમાંથી વિદેશી શરાબ સાથે 1.52 લાખનો મુદ્દામાલ કબ્જે

અરવલ્લી જિલ્લામાંથી બુટલેગરો શરાબ ઘુસાડવાના નવા નવા પેંતરા અપનાવી રહ્યા છે જોકે જિલ્લા પોલીસ સતત આવા બુટલેગરો પર બાજ નજર રાખી તેમના મનસૂબા પર પાણી ફેરવતું હોય તેવું લાગી રહ્યું છે. શામળાજી
પોલીસ સ્ટેશનના પીએસઆઇ કે. વા. વ્યાસ અને તેમની ટીમ અણસોલ ગામ પાસે રતનપુર સીમમાં નાકાબંધીમાં હતી. આ અરસામાં રાજસ્થાન તરફથી આતા વાહનોનું સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું હતું. ત્યારે સેન્ટ્રો કારનું ચેકિંગ હાથ ધરતા સીટ પાસેના ગુપ્ત ખાનામાંથી પોલીસે ભારતીય બનાવટની વિદેશી શરાબની 168 નંગ જેની કિંમત રૂ.50,400 તેમજ હ્યુન્ડાઇ સેન્ટ્રો કાર નંબર ડીએલ 4 સીએસ 1582 કબ્જે કરી છે, જેની કિંમત રૂ.1,00,000 છે. આ સાથે જ પોલીસે બે શખ્સો આશિષ જાંટ, રહે હરિયાણા, વેદપાલ જાંટ, રહે હરિયાણા તથા વૉન્ટેડ શખ્સ અનિલ નામના શખ્સ વિરૂધ્ધ કાયદેસરની તપાસ હાથ ધરી છે. આ સમગ્ર મામલે પોલીસએ કુલ રૂ.1,52,400નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આ સમગ્ર મામલે પોલીસે 2 મોબાઇલ પણ જપ્ત કર્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *