તસ્કરી કરેલા બાઇક સાથે એક ઇસમને ઝડપી લેતી એલસીબી

ગાંધીધામ : સંકુલમાં વધતાં વાહન તસ્કરીના બનાવોને અટકાવવા એલસીબીની ટીમે કાર્યવાહી હાથ ધરીને એક ગાંધીધામના યુવાનને તસ્કરી કરેલા બાઇક સાથે પકડી પાડ્યો હતો. પુર્વ કચ્છની લોકલ ક્રાઇમ બ્રાન્ચના સુત્રોએ જણાવ્યુ હતું કે એલસીબીની ટિમ પેટ્રોલીંગમાં હતી. ત્યારે મળેલી હકીકતના આધારે તસ્કરી કરેલા બાઇક સાથે ઈસમ જીતેન્દ્ર ઉર્ફે જીતુ ગોવિંદભાઇ ફમા(રહે. મહેશ્વરીનગર,ગાંધીધામ) ને પકડી પાડ્યો હતો. તેની પાસેથી મળેલી બાઈકની તલાશી કરતાં તે તસ્કરી થયા હોવાનો બી ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ દાખલ થઈ હોવાનું સામે આવ્યું હતું. જે આધારે 25,000ની કિંમતની જીજે 12 સીએફ 9962 હોન્ડા સ્પ્લેન્ડરને કબ્જે કરી હતી. આ કામગીરીમાં પીએસઆઈ એમ.એસ. રાણા, એએસઆઈ લક્ષ્મણભાઈ આહીર, પ્રવીણભાઇ પલાસ, હે.કો.મહેન્દ્રસિંહ જે.જાડેજા, પુષ્પરાજસિંહ ગોહિલ, દેવરાજભાઈ આહીર, પો. કોન્સ. બલભદ્રસિંહ જાડેજા તથા સંજયસિંહ રાણાના જોડાયા હતા.      
 
 
 
 
 
 
 
 
 
 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *