પાવડરની થેલીની આડમાં સપ્લાય થતો 24 લાખ રૂપિયાનો દારૂ ભાવનગર પોલીસે પકડી પાડ્યો

નાશ કરવામાં આવે છે. ત્યારે ફરી એક વાર પોલીસે બાતમીના આધારે ભાવનગર નારી ચોકડી નજીકથી લાખો રૂપિયાનો દારૂનો મુદ્દામાલ જપ્ત કરીને બુટલેગરના ગુજરાતમાં દારૂ ઘુસાડવાના મનસુબા નાકામ કર્યા હતા. ભાવનગર જિલ્લા પોલીસને લાખો રૂપિયાના દારૂની સપ્લાય થતી હોવાની બાતમી મળી હતી. બાતમીના આધારે પોલીસે ભાનવગરની નારી ચોકડી પર વોચ ગોઠવી હતી અને રસ્તા પરથી પસાર થતા બધા વાહનોનું ચેકિંગ હાથ ધર્યું હતું. પોલીસ ચેકિંગ દરમિયાન પોલીસને એક પાઉડરની થેલીઓ ભરેલા ટ્રક પર શંકા જણાઈ હતી. જેના કારણે પોલીસે ટ્રકમાંથી પાઉડરની થેલીઓ ખાલી કરતા પાઉડરની થેલીની આડમાં થતી દારૂની સપ્લાયનો પર્દાફાશ થયો હતો. પોલીસે સમગ્ર મામલે દારૂનો મુદ્દામાલ, ટ્રક અને બે ઈસમની અટકાયત કરીને ઇસમોની પૂછપરછ શરૂ કરી હતી. પોલીસને ટ્રકમાંથી 686 દારૂની પેટી મળી હતી, જેની કિંમત અંદાજિત 44.67 લાખ રૂપિયા થાય છે. પોલીસના હાથે ઝડપાયેલા ઇસમોના નામ ધરમસિંગ રાજપૂત અને છેલસિંગ રાજપૂત હોવાનું જાણવા મળ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *