નખત્રાણાના રવાપરમાંથી 18 હજારની રોકડ સાથે 11 મહિલા સહિત 12 ખેલીઓની ધરપકડ

copy image

copy image

  નખત્રાણા ખાતે આવેલ રવાપરમાં જાહેરમાં જુગાર રમતા 11 મહિલા સહિત 12 ખેલીઓની ધરપકડ કરવામાં આવી છે. આ મામલે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ ગત દિવસે સાંજના અરસામાં આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. નખત્રાણા પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમ્યાન તેમને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, રવાપર-નાગવીરી રોડ પર જોશનાબા ભરતસિંહ ગોહિલનાં મકાનના ખુલ્લા આંગણામાં અમુક ઈશમો ગંજીપાના વડે રૂપિયાની હારજીતનો જુગાર રમી રહ્યા છે. મળેલ બાતમીના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી અને બાતમી હકીકત વાળા સ્થળ પર રેડ પાડી અહીથી જુગાર રમતા 11 મહિલા સહિત 12 ખેલીઓની રોકડ રૂ.18000 સાથે ધરપકડ કરી હતી. પોલીસે પકડાયેલ ખેલીઓ પાસેથી તમામ મુદ્દામાલ કબ્જે કરી તેમના વિરુદ્ધ જુગારધારાની કલમો હેઠળ ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.