અબડાસાના પદ્ધરના વાડી વિસ્તારમાં 30 વર્ષીય પરિણીતાએ જીવનલીલા સંકેલી

sus

copy image

copy image

અબડાસા ખાતે આવેલ પદ્ધરના વાડી વિસ્તારમાં 30 વર્ષીય પરિણીતાએ ઝેરી દવા ગટગટાવી જીવનલીલા સંકેલી લીધી હતી. આ મામલે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ અબડાસાના પદ્ધરની વાડીમાં રહેતા કાંતાબેન મારાજે જીવનનું અંતિમ પગલું ભરી લીધું હતું. હતભાગી બપોરના સમયે પોતાના ઘરે હતી તે સમયે કોઇ અકળ કારણે ઝેરી દવા પી ગયેલ હતા. બનાવ અંગે જાણ થતાં બેહોશીની હાલતમાં તેમને સરવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવેલ હતા જ્યાં, ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. પોલીસે આ બનાવ અંગે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની વધુ તપાસ આદરી છે.