નોટરી સમક્ષ ખોટી સહી કર્યાનું ખુલ્યું:આદિપુરની નકલી દારૂ ફેક્ટરી

આદિપુરમાં ઝડપાયેલી નકલી દારૂની ફેક્ટરીના પ્રકરણમાં નવો ફણગો ફૂટયો છે.સૂત્રો પરથી મળતી માહિતી દુકાન ભાડે રાખવાના પ્રકરણમાં ધારાશાત્રી સમક્ષ ત્રણ શખ્સે ખોટું આધારકાર્ડ રજૂ કરી તે ખોટું હોવાનું જાણવા છતાં તેમાં ભાડે લેનાર તરીકે તથા સાક્ષી તરીકે સહી કરનાર એમ ત્રણ શખ્સ સામે ગુનો દર્જ થયો છે. બનાવ અંગે શહેરના સપનાનગરમાં રહેનાર નોટરી વકીલએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. ગત તા. 3/8ના તેમની ઓફિસે પોતાની મિલકત આદિપુર 4-એ રિદ્ધિ સિદ્ધિ કોમ્પ્લેક્સ, પ્લોટ , દુકાન અંગે ભાડાકરાર માટે નોટરી લખાણ કરાવવા આવ્યા હતા. તેમની સાથે આવેલા ત્રણ માણસ પૈકી હોવાની ઓળખ આપવામાં આવી હતી. ભાડે આપનાર તથા લેનારનો કરાર કરાયો હતો, જેમાં સાક્ષી તરીકે સહી કરી હતી, જે અંગે ફરિયાદીએ પોતાના ચોપડામાં નોંધ કરી હતી. બાદમાં ફરિયાદીને જાણવા મળ્યું હતું કે, ભાડે લેનાર નું આધારકાર્ડ તેમની સામે રજૂ કરાયું હતું, તે વખતે હાજર નહોતો અને નોટરીમાં પાસપોર્ટ સાઇઝનો ફોટો અને સહી કરનાર હોવાનું બહાર આવ્યું હતું તથા બીજા બે માણસ હોવાનું બહાર આવ્યું હતું. આ ત્રણેય શખ્સે ખોટું આધારકાર્ડ રજૂ કરી નોટરી કરાવી તેમાં સહી કરી નોટરી લખાણનો ખરા તરીકે ઉપયોગ કર્યો હોવાનું ગાંધીધામ એ-ડિવિઝન પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદમાં જણાવાયું હતું, જેની આગળની વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.