ઝુરા ગામના વાડીવિસ્તારમાં પોતાના જ પગમાં બંદૂકથી ગોળી ધરબી દેતાં આધેડ ઘાયલ
ભુજ તાલુકાના ઝુરા ગામના વાડીવિસ્તારમાં પોતાના જ પગમાં બંદૂકથી ગોળી વાગી જતાં એક આધેડ ઘાયલ થયો હતો. આ બનાવ અંગે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ ઘાયલ એવા 42 વર્ષીય દેવા ભગુ ભીલ ગત તા. 30/8ના ઘરમાં રહેલી બે નાળ બંદૂક ચોરીછૂપીથી લઇ ગયેલ હતો અને વાડીમાં ભૂંડ ભગાડવા માટે ક્યાંકથી કારતૂસ લઇ આવેલ અને બાદમાં વાડીમાં ગયેલ હતા, જ્યાં પોતાના પગમાં ગોળી ધરબી તેઓ ઘાયલ થયેલ હતા. ઘાયલ થયેલ આ આધેડને સારવાર અર્થે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં લઈ જવામાં આવેલ છે. આ બનાવ અંગે પોલીસને જાણ કરતાં તેઓએ આગળની વધુ તપાસ આરંભી છે.