કોપર કેબલ વાયર ચોરીનો ભેદ ઉકેલી પાડતી નખત્રાણા પોલીસ


મહે. પોલીસ મહાનિરીક્ષકશ્રી ચિરાગ કોરડીયા સાહેબ બોર્ડર રેન્જ કચ્છ-ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી વિકાસ સુંડા સાહેબ પશ્ચિમ કચ્છ-ભુજ તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી બી.બી.ભગોરા સાહેબ નખત્રાણા વિભાગ-નખત્રાણા નાઓએ નખત્રાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં દાખલ થયેલ કેબલ ચોરીના અન-ડીટેકટ ગુનાઓ શોધી કાઢવા સુચનાઓ આપેલ હોઈ.
જે અનુસંધાને નખત્રાણા પોલીસ સ્ટેશનના પો.ઇન્સ.શ્રી એ.એમ.મકવાણા સાહેબના માર્ગદર્શન હેઠળ નખત્રાણા પોલીસ સ્ટેશનના પો.હેડ કોન્સ. આનંદભાઈ એમ.ચૌધરી તથા પો.કોન્સ. રમેશભાઈ એચ.રબારી નાઓ રસલીયા ઓ.પી. વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમ્યાન ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, એક ટાટા કંપનીના છોટાહાથીમાં ચોરીના મુદામાલ સાથે લક્ષ્મીપર ગામ બાજુથી નેત્રા ગામ બાજુ આવી રહેલ છે જેથી તુરંત બાતમી હકિકત વાળી જગ્યાએ આવી વોચમાં રહેતા ઉપરોક્ત બાતમી વાળા છોટાહાથીને રોકાવી જે છોટાહાથીની ઝડતી કરતા સળગી ગયેલા કોપર વાયરોના ફિંડલા આશરે ૧૫ કીલોગ્રામ જેટલા જોવામાં આવેલ જે મુદ્દામાલ બાબતે તેમની પાસે આધાર-પુરાવાની માંગણી કરતા તેમની પાસે આ બાબતે કોઇ આધાર-પુરાવા ન હોવાનું જણાવેલ જેથી સદરહું મુદ્દામાલ બાબતે યુક્તિ-પ્રયુક્તિથી પુછપરછ કરતા તેમણે જણાવેલ કે, નેત્રા થી લક્ષ્મીપર તરફ જતા રોડ પર આવેલ વાડીમાંથી ચોરી કરેલ હોવાની કબુલાત આપેલ હોઇ જેથી તેમના વિરૂધ્ધ નખત્રાણા પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
પકડાયેલ આરોપીના નામ સરનામા:-
(૧) નુરમામદ હસણ કુંભાર ઉ.વ-૨૭ રહે- નેત્રા તા-નખત્રાણા.
(૨) અફરાજ અબ્દુલા ચાકી ઉ.વ-૨૦ રહે- રવાપર તા-નખત્રાણા.
(૩) મોસીન હુશેન કુંભાર ઉ.વ-૨૧ રહે- નેત્રા તા-નખત્રાણા.
કબ્જે કરેલ મુદ્દામાલ:-
(૧) સળગાવેલ કોપર વાયરના ફિંડલા ૧૫ કિલોગ્રામ વજનના ગણી જે એક કિલોગ્રામની કિં.રૂ.૬૦૦/- ગણી એમ કુલ્લે-૧૫ કિલોગ્રામની કિં.રૂ.૯,૦૦૦/-
(૨) ટાટા કંપનીના છોટાહાથી ACE જેના રજી. નંબર- GJ 17 TT 7749 જેની કિં.રૂ.૧,૦૦,૦૦૦/-
(૩) એક લાકડાના હાથવાળી કુહાડી જેની કિ.રૂ.૦૦/-એમ કુલ્લે કિં.રૂ.૧,૦૯,૦૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરેલ છે.
શોધાયેલ ગુનો:-
નખત્રાણા પો.સ્ટે. પાર્ટ-એ ગુ.૨.નં.૮૭૫/૨૦૨૫ B.N.S. કલમ-૩૦૩(૨)
મુજબ.
આરોપીનો ગુનાહિત ઇતિહાસઃ-
(૧) મોસીન હુશેન કુંભાર ઉ.વ-૨૧ રહે- નેત્રા તા-નખત્રાણા.
નરા પોલીસ સ્ટેશન એ પાર્ટ ગુ.ર.નં.૨૫/૨૦૨૩ આઈ.પી.સી કલમ ૩૮૦, ૪૫૭ મુજબ
[12:20 AM, 9/3/2025] Geeta Rabari: કામગીરી કરનાર પોલીસ અધિકારી/કર્મચારી:-
ઉપરોક્ત કામગીરીમાં પો.ઇન્સ.શ્રી એ.એમ.મકવાણા સાહેબના માર્ગદર્શન હેઠળ એ.એસ.આઈ જયંતીભાઈ માજીરાણા તથા સબીરભાઇ બાયડ તથા પો.હેડ કોન્સ. આનંદભાઈ એમ.ચોધરી તથા મોહનભાઈ આયર તથા નરેન્દ્રસિંહ સોઢા તથા પો.કોન્સ. રમેશભાઈ રબારી તથા મોહનભાઈ ગઢવી તથા મીતકુમાર પટેલ તથા વૃ.એ.એસ.આઈ. હેન્સીબેન રૂપારેલ એ રીતેના પોલીસ સ્ટાફના માણસો જોડાઈ સફળ કામગીરી કરેલ