નાણાકીય છેતરપીંડીનો ભોગ બનેલા કુલ ૪૮ અરજદારોના ખાતામાંથી ગયેલ નાણા પૈકી કુલ ૨૩.૨૮લાખ અરજદારોને પરત અપાવતી LCB, પશ્ચિમ કચ્છ ભુજ”

કુલ્લે ૨૩,૨૮,૨૭૭/- અરજદારોના બેન્ક ખાતામાં પરત અપાવતી

સાયબર ક્રાઇમ સેલ (એલ સી.બી.) પશ્ચિમ કચ્છ ભુજ”

ઓનલાઈન નાણાકીય છેતરપીંડીના બનાવમાં સાયબર ક્રાઇમ સેલ દ્વારા માહે ૦૮/૨૦૨૫ માં

નાણાકીય છેતરપીંડીનો ભોગ બનેલા કુલ ૪૮ અરજદારોના ખાતામાંથી ગયેલ નાણા પૈકી

કુલ્લે ૩.૨૩,૨૮,૨૭૭/- અરજદારોના બેન્ક ખાતામાં પરત અપાવતી

સાયબર ક્રાઇમ સેલ (એલ સી.બી.) પશ્ચિમ કચ્છ ભુજ”

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓ દ્રારા સાયબર ક્રાઇમના ગુન્હા અટકાવવા તથા શોધવા અને સાયબર કાઈમનો ભોગ બનનારને રૂપીયા પરત અપાવવા માટે સુચના અને માર્ગદર્શન આપવામાં આવેલ જે અનુસંધાને

શ્રી એચ આર.જેઠી સાહેબ, ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર અને નોડલ અધિકારી સાયબર સેલ (એલ.સી.બી.) પશ્ચિમ કચ્છ-ભુજનાઓના માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઇમ સેલના કર્મચારીઓ દ્વારા લોન-લોટરી ફોડ, અનઓથોરાઇઝેડ ટ્રાન્ઝેકશન ફોડ, જોબ ફોડ, શોપીંગ ફોડ, આર્મીના નામે OLX/ફેસબુક એડમાંથી વસ્તુ ખરીદીને લગતા ફોડ જેવા સાયબર ક્રાઇમના બનાવોમાં પશ્ચિમ – કચ્છ ભુજ સાયબર સેલ (એલ.સી.બી.) હંમેશા ભોગ બનનારને તાત્કાલીક મદદરૂપ થાય છે.

ઓનલાઇન નાણાકીય છેતરપિડિનો ભોગ બનનાર અરજદારશ્રીઓ દ્વારા સાયબર સેલ(એલ.સી.બી.) ભુજ તથા સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર ૧૯૩૦ પર કોલ કરી કમ્પલેન કરેલ હતી જે કમ્પલેનમાં અરજદારશ્રીઓના ફોડમાં ગયેલ રૂપિયા અલગ અલગ બેંકમાં ફ્રીઝ કરવામાં આવેલ હતા. જે રૂપિયા અરજદારોના ખાતામાં પરત મેળવવા માટે સાયબર સેલ(એલ.સી.બી.) દ્વારા અરજદારશ્રીઓને કોર્ટમાં અરજી કરાવી ઝડપથી કાયદાકીય કાર્યવાહી કરી અરજદારશ્રીઓના ખાતામાંથી ગયેલ નાણા પૈકી અરજદારશ્રી ભાવેશભાઇ પ્રજાપતીના ગયેલ નાણા ૫,૯૮,૦૦૦/- માંથી રૂ.૪,૮૩,૦૦૦/- તથા અરજદારશ્રી હરેશભાઈ પંડયાના ગયેલ નાણા ૧,૧૭,૬૫૦/- માંથી રૂ.૧,૦૯,૫૪૫/- તથા અરજદારશ્રી લાલજીભાઇ હિરાણીના ગયેલ નાણા ૨,૧૯,૦૦૦/- માંથી રૂ.૧,૪૯,૯૯૯/- તથા અરજદારશ્રી અખીલેશકુમારના ગયેલ નાણા ૧,૯૦,૦૦૦/- માંથી રૂ.૧,૦૦,૦૦૦/- તથા અરજદારશ્રી પ્રતિકભાઈ જોષીના ગયેલ નાણા ૫૦,૦૦૦/- માંથી રૂ.૫૦,૦૦૦/- તથા અરજદારશ્રી જ્યોત્સનાબેનના ગયેલ નાણા ૭૫,૫૦૦/- માંથી ૬૯.૪૬૪/- તથા અરજદારશ્રી રઘુવીરસિંહના ગયેલ નાણા માંથી ૫૦,૦૦૦/-તથા અરજદારશ્રી વિશાલભાઇના ગયેલ નાણા ૬૫,૦૦૦/- માંથી રૂ.૬૫,૦૦૦/- તથા અરજદારશ્રી અનવરભાઈના ગયેલ નાણા માંથી ૨૮,૯૯૯/- તેમજ અન્ય અરજદારશ્રીઓના મળી કુલ્લે રૂ.૨૩,૨૮,૨૭૭/- ના કોર્ટ ઓર્ડર મેળવી અરજદારશ્રીઓના બેન્ક ખાતામાં પરત અપાવી નોંધનીય કાર્યવાહી કરવામાં આવેલ છે.