વર્ષ ૨૦૨૫-૨૬ થી ધોરણ-૯ થી ૧૨ના વિષયોમાં સત્રદીઠ ૨૫ ગુણની એક-એક એકમ કસોટી લેવા સૂચના
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની અખબારી યાદી જણાવે છે કે, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના તા.૦૩/૦૯/૨૦૨૫ના પત્રથી શૈક્ષણિક વર્ષ ૨૦૨૫-૨૬ થી ધોરણ-૯ થી ૧૨ના વિષયોમાં સત્રદીઠ ૨૫ ગુણની એક-એક એકમ કસોટી લેવા અંગેની સૂચનાઓ તમામ જિલ્લા શિક્ષણાધિકારીશ્રીઓ મારફતે તમામ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓને જાણ તેમજ અમલ સારૂં મોકલી આપવામાં આવેલ છે.
આ તમામ વિગતો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઈટ www.gseb.org પર પણ અપલોડ કરેલ છે.
ઉક્ત બાબતે તમામ સંબંધિતોએ નોંધ લેવા વિનંતી છે.