માંડવીમાં જુગાર રમતા ત્રણ મહિલા સહિત પાંચ ઝડપાયા

copy image

copy image

માંડવીમાં ખુલ્લેઆમ જુગાર રમતા ત્રણ મહિલા સહિત પાંચ ખેલીઓ ઝડપાયા હતા. આ બનાવ અંગે સુત્રોમાંથી મળતી માહિતી મુજબ પોલીસને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે માંડવીના ગાલાનગરમાં નવા બની રહેલા શોપિંગ સેન્ટરની બહાર ખુલ્લા ચોકમાં જાહેરમાં જુગાર રમાઈ રહ્યો છે. તરત જ પોલીસે હકીકત વાળા સ્થળ પર રેડ કરી ત્રણ મહિલા સહિત પાંચ ખેલીઓને પકડી પાડયા હતા. પકડાયેલ શખ્સો પાસેથી રોકડ સહીત કુલ રૂ;27,120નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. આ મામલે પોલીસે તમામ મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.