નખત્રાણાના મોટા યક્ષદેવ ના મેળા નિમિતે તા.07/09/2025 થી 10/09/2025 સુધી 4 દિવસ માટે ભારે વાહનોની અવરજવર બંધ માટે નું જાહેરનામું

આથી જણાવવાનું કે, અગામી તા.૦૭/૦૯/૨૦૨૫ થી તા.૧૦/૦૯/૨૦૨૫ સુધી દિન-૦૪ માટે નખત્રાણા પોલીસ સ્ટેશન કાર્યક્ષેત્ર વિસ્તારમાં નખત્રાણા તાલુકાના મોટા યક્ષ ખાતે લોકમેળાનું આયોજન થનાર છે. મેળામાં આવનાર શ્રધ્ધાળુઓ મેળો માણી શકે તથા સરળતાથી ટ્રાફિક નિયમન થઈ શકે તે હેતુ થી નખત્રાણાના વિરાણી ફાટક થી દેશલપર(વાંઢાય) સુધીનો રસ્તો તથા મંગવાણા પલીવાડથી યક્ષ ત્રણ રસ્તા બાજુ આવતા રસ્તા પરથી ભારે વાહનોની અવર જવર બંધ કરવા માટે પ્રતિબંધિત જાહેરનામા કલેકટર અને જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી, કચ્છ-ભુજનાઓ તરફથી બહાર પાડવામાં આવેલ છે. જે જાહેરનામાની નકલ આ સાથે સામેલ રાખી મોકલી આપેલ છે. આ જાહેરનામાની નકલ તમામ પો.સ્ટે. ઇન્ચાર્જ અધિકારીશ્રીઓએ પો.સ્ટે. વિસ્તારમાં સહેલાઇથી જોઇ શકાય તેવી જાહેર જગ્યાઓ ઉપર જાહેરનામાના હુકમની નકલ ચોંટાડી બહોળી પ્રસિધ્ધિ અચુકપણે કરવાની રહેશે.