મુંદ્રાના મોખામાં 34 વર્ષીય યુવાનને વીજ શોક લાગતાં મોત

copy image

મુંદ્રા ખાતે આવેલ મોખામાં 34 વર્ષીય યુવાનને વીજ શોક લાગતાં તેનું મોત થયું છે. આ બનાવ અંગે પ્રાપ્ત થયેલ વિગતો અનુસાર મોખામાં નાઈન કોર્પોરેશનમાં ઈલેક્ટ્રીકનું કામ કરતી વેળાએ અનિલ લખુભાઈ ઝરુ નામના યુવાનને વીજશોક લાગ્યો હતો, આ બનાવમાં આ યુવાનને જીવ ખોવાનો વારો આવ્યો હતો. પોલીસે આ બનાવ અંગે નોંધ કરી આગળની વધુ તપાસ આદરી છે.