અમદાવાદમાં વરસાદ દરમ્યાન દિવાલ ધરાશાય થતા એક યુવાનનું કરૂણ મોત.

અમદાવાદ ના બહેરામપુરા વિસ્તાર માં આવેલી ફકીર મુખીની ચાલી માં દિવાલ ધરાશાય થતા બે યુવકો ગંભીર ઘાયલ થતા ત્યાં હાજર લોકોએ તત્કાલ એલ.જી.હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જેમાં સારવાર દરમિયાન એક યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું.

જે દિવાલ ધસી તેની નીચે દુકાનો હતી અને તેની પાસે લોકો બેસતા જોવા મળી રહી છે. પરંતુ જ્યારે દિવાલ ઘસી ત્યારે નીચે બે યુવકો બેઠેલા હતા તેમાં બંને વ્યક્તિઓ ઈજા થતાં તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જેમાં એક વ્યક્તિનું સારવાર દરમિયાન કરૂણમોત થયું હતું. મૃતક વ્યક્તિ ઉંમર વર્ષ 23 વર્ષની હતી. અને બેંકમાં લોન માટે માર્કેટિંગનું કામ કરતો હોવાનું જાણવા મળેલ છે. જ્યારે ઘાયલ વ્યક્તિ રીક્ષા ડ્રાઇવર હોવાનું જાણવા મળેલ છે. આ દિવાલ છેલ્લા ઘણા સમયથી જર્જરિત હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળી હતી. જોવાનું એ રહ્યું કે મીડિયા પહોંચ્યા બાદ કોર્પોરેશન દ્વારા નોટિસ લગાવામાં આવી હતી. શું તંત્ર આવી કોઈ મોટી દુર્ઘટના ની રાહ જોઈ રહ્યું હતું તે પણ એક સવાલ ઉભો થાય છે ખેર જોવાનું એ કે આ ઘટના માં જવાબદાર વ્યક્તિઓ ને ન્યાય ક્યારે અને કેવી રીતે મળશે.

રીપોર્ટ બાય: અશ્વિન લીંબાચીયા, અમદાવાદ.