છળકપટ કે ચોરીથી મેળવેલ સોયાબીન તેલના જથ્થા સાથે ત્રણ આરોપીઓને પકડી પાડતી ભચાઉ પોલીસ

પોલીસ મહાનીરીક્ષકશ્રી, ચિરાગ કોરડિયાસાહેબ, બોર્ડર રેન્જ, ભુજ કચ્છ, તથા પોલીસ અધિક્ષકશ્રી, સાગર બાગમારસાહેબ, પૂર્વ-કચ્છ (ગાંધીધામ), તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી સાગર સાંબડાસાહેબ, ભચાઉ વિભાગ,ભચાઉનાઓ તરફથી જીલ્લામાં બનતા મિલ્કત સબંધી ગુન્હાઓ શોધી કાઢવા તથા અટકાવવા આપેલ સુચના અને માર્ગદર્શન હેઠળ ભચાઉ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટરશ્રી એ.એ.જાડેજા નાઓની સુચના અન્વયે સર્વેલન્સ સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન પોલીસ હેડ કોન્સ્ટેબલ ઇકબાલખાન રસુલખાન નાગોરીનાઓને ખાનગી રાહે બાતમી હડીકત મળેલ કે ગાંધીધામથી ભચાઉ જતા નેશનલ હાઇવે પર આવેલ શિવશડિત હોટલની પાછળ બંધ બોડીની સફેદ કલ૨ની ગાડીમાં સોયાબીન તેલનો ગેરકાયદેસર જથ્થો ચોરી અથવા છળકપટથી ભરી અને રાખી મુકેલ છે અને સગેવગે કરવાની ફીરાકમાં છે જે બાતમી હકિકત આધારે ત્રણેય આરોપીઓને સોયાબીનતેલના જથ્થા સાથે પકડી પાડી આરોપીઓ વિરૂધ્ધ ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે.

પકડાયેલ આરોપીઓ:-

(૧) જીગરભાઈ કિશોરભાઈ બાવાજી ઉ.વ.૨૭ રહે.શાળા નંબર ૧૫ પાસે અંજાર

( ૨) ધર્મેદ્રનાથ રામનાથ બાવાજી ઉ.વ.૫૧ રહે. રામકૃષ્ણ મહાવીર નગર અંજાર

(3) દીપકભાઈ વિનુભાઈ બાવાજી ઉ.વ.૩૦ રહે.મફતનગર અંજાર

કબ્જે કરેલ મુદ્દામાલ:-

०१

मुद्दामासनी विगत

કિમત રૂપિયા

અલગ-અલગ ક્ષમતાવાળા છલોછલ સોયાબીન તેલથી ભરેલ કેરબા નંગ-૧૩ (૩૫૦ લીટર)

૭૦,૦૦૦/-

०२

ખાલી કેરબા નંગ-૩૮

03

એક સુપર ડેરી સફેદ કલરની બંધ બોડીની ગાડી જેના રજી.નં જી.જે ૧૨ બી.ઝેડ ૬૪૪૨ વાળી

૨,૦૦,૦૦૦/-

કુલ મુદ્દામાલ કિંમત રૂપિયા

२,७०,०००/-

ડામગીરી કરનાર પોલીસ અધિકારી/કર્મચારી:-

આ કામગીરી ભચાઉ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એ.એ.જાડેજા તથા પોલીસ સબ ઈન્સપેક્ટર ડી.જે.ઝાલા તથા સર્વેલન્સ સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે.