“રૂડાના ગામડાં અવગણાયા – રસ્તા ખાડા અને લાઈટ બંધ, પ્રજા અંધકારમાં!”

આજરોજ રાજકોટ જિલ્લા યુથ કોંગ્રેસ દ્વારા રોડ અને સ્ટ્રીટ લાઈટ્સની સમસ્યાને લઈને રાજકોટ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (RUDA)ના ચીફ ઓફિસરને આવેદનપત્ર આપવામાં આવ્યું.

જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ અલ્પેશ સાધરીયાએ જણાવ્યું હતું કે સરકારના વિકાસના વચનો ફક્ત કાગળ સુધી મર્યાદિત છે, જ્યારે પ્રજા હકીકતમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરી રહી છે. રૂડા હેઠળ આવતા ગામડાઓ:સાત હનુમાન – સોખડા ચોકડી, વડાળી – લાપસરી, વડાળી – ત્રંબા, રાજકોટ – લાંબા શ્રી, કાળીપાટ – નવો 150 ફૂટ રીંગ રોડ, કોઠારીયા રોડ, જશવંતપુર, વેજા – વાજડીગઢ – થી જામનગર માર્ગ, કુવાડવા, મહિકા, માંડા ડુંગર, હરીપરપાળ, માલિયાસણ, સોખડા આજુબાજુ, બેડી ગામ, આણંદપર, નવાગામ.

મુખ્ય સમસ્યાઓ માર્ગો પર બબ્બે-ત્રણ ફૂટના ખાડા, વાહનોને નુકસાન, બાળકો જોખમ લઈને સ્કૂલે જાય છે, રાત્રે અંધકારમાં સ્ટ્રીટ લાઈટ ન હોવાને કારણે અકસ્માતો અને અસુરક્ષા, સ્ટ્રીટ લાઈટ બંધ ખરાબ મહિલાઓ અને વૃદ્ધોને યાત્રા મુશ્કેલ, દર્દીઓને સમયસર હોસ્પિટલ પહોંચવામાં અડચણ રૂડા હેઠળ આવતા તમામ ગામડાઓમાં જ્યાં સ્ટ્રીટ લાઈટ નથી ત્યાં ફરજિયાત રીતે નવી સ્ટ્રીટ લાઈટ લગાવવી. જ્યાં લાઈટ હાજર છે પરંતુ બંધ/ખરાબ છે ત્યાં રીપેરિંગ તાત્કાલિક કરાવવું. જિલ્લા યુથ કોંગ્રેસે તંત્રને સ્પષ્ટ ચેતવણી આપી છે કે તાત્કાલિક રોડ સમારકામ અને સ્ટ્રીટ લાઈટ્સ કાર્ય શરૂ કરવામાં આવે, નહીં તો પ્રજા સાથે મળીને કાયદેસર આંદોલન કરવા મજબૂર થશે

બાઈટ – અલ્પેશ સાધરીયા
પ્રમુખ – રાજકોટ જિલ્લા યુથ કોંગ્રેસ

*રિપોટર સંજય ભોજાણીસાથેચેતનસોલકીરાજકોટ