વડાપ્રધાનશ્રી દ્વારા ૮મો પોષણ માહ અને સ્વસ્થ નારી, સશક્ત પરિવાર ”અભિયાનનો શુભારંભ

image-131

આજરોજ માનનીય વડાપ્રધાનશ્રીનાજન્મદિવસનીઉજવણીનાભાગ રૂપેઆજે”સ્વસ્થ નારી, સશક્ત પરિવાર અભિયાન” અને આઠમો “પોષણ માહ” નો શુભારંભ મધ્યપ્રદેશનાધાર ખાતેથી શુભારંભ કરવામાં આવ્યો છે. આ પહેલનો મુખ્ય હેતુ દેશની મહિલાઓ અને બાળકોમાં કુપોષણની સમસ્યાને દૂર કરીને તેમને સ્વસ્થ અને સશક્ત બનાવવાનો છે.

​                આ અભિયાન હેઠળ, આજરોજકચ્છજીલ્લાનાભુજતાલુકાનાઢોરી અનેઅંજારતાલુકાનાદુધઈ ખાતે માન.વડાપ્રધાનશ્રીનીવર્ચ્યુઅલઉપસ્થિતિમાંજિલ્લાકક્ષાના કાર્યક્રમ અંતર્ગતમહિલાઓનાઆરોગ્યતપાસણી માટેકેમ્પ,તથાઆઈસીડીએસયોજનાહેઠળ અપાતાTHR નાપેકેટ્સમાંથીબનતીવાનગીઓનુંનિદર્શન અનેપ્રદર્શનદ્વારાલાભાર્થીઓનેપેકેટનામહતમઉપયોગદ્વારાજાગૃતિફેલાવવામાંઆવી.તથાકચ્છજિલ્લાના૨૧૧૬ આંગણવાડીકેન્દ્રખાતેલાભાર્થીઓએવેબકાસ્ટ નિહાળીએકસુત્રતાથીજાગૃતિનોસંદેશગ્રહણકરીઆઅભિયાનનેવેગઆપ્યો.

આ વર્ષનો “પોષણ માહ” તા. ૧૭ સપ્ટેમ્બરથી ૧૬ ઓક્ટોબર, ૨૦૨૫ દરમિયાન ઉજવવામાં આવશે. આ માસ દરમિયાન, સમાજમાં પોષણ અંગે જાગૃતિ લાવવા માટે વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષની ઉજવણી નીચેની મુખ્ય પાંચ થીમ પર કેન્દ્રિત કરવામાંઆવેલી છે

  1. મેદસ્વીતાનો સામનો કરવા: ખાંડ અને તેલનો વપરાશ ઘટાડવા પર ભાર મૂકવામાં આવશે.
  2. પ્રારંભિક બાળપણ સંભાળ અને શિક્ષણ (ECCE): આ થીમ “પોષણ ભી પઢાઈ ભી” ના સિદ્ધાંત પર આધારિત છે.
  3. ​એક પેડ મા કે નામ: આ એક અનોખી પહેલ છે જે પર્યાવરણ અને માતાના સ્વાસ્થ્ય વચ્ચેનો સંબંધ દર્શાવે છે.
  4.  ​શિશુ અને નાના બાળકો માટે આહાર સંબંધિત પદ્ધતિઓ (IYCF): બાળકોને યોગ્ય અને પૌષ્ટિક આહાર આપવા અંગે માર્ગદર્શન.
  5. વોકલ ફોર લોકલ: સ્થાનિક અને પરંપરાગત ખોરાકને પ્રોત્સાહન આપીને પોષણ સુધારવા પર ભાર.

​                આ તમામ પ્રવૃત્તિઓ આઈસીડીએસવિભાગદ્વારાસમગ્રકચ્છજિલ્લાનાવિવિધ ગ્રામ પંચાયતો, શહેરી સ્થાનિક સંસ્થાઓ અને સરકારી વિભાગોના સહયોગથી હાથ ધરવામાં આવશે. આ પ્રયાસોનો ઉદ્દેશ્ય સામૂહિક ભાગીદારીને પ્રોત્સાહિત કરવાનો છે, જેથી વડાપ્રધાનશ્રીના”સુપોષિત ભારત”ના સ્વપ્નને સાકાર કરી શકાય.