નખત્રાણાના મોરજરમાં ઝાડ ઉપર ગળે ફાંસો ખાધેલી હાલતમાં 31 વર્ષીય યુવાનની લાશ મળી આવતા ચકચાર

copy image

નખત્રાણાના મોરજરમાં 31 વર્ષીય યુવાન વાડી વિસ્તારમાં લીમડાના ઝાડ ઉપર ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવતા ભારે ચકચાર મચી જવા પામી છે. આ બનાવ અંગે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ મીણા નખત્રાણાની મોરજરના સીમ વિસ્તારમાં આવેલ બંધ રસ્તા પર ગત દિવસે બપોરે લીમડાના ઝાડ પર ગળેફાંસો ખાધેલી હાલતમાં 31 વર્ષીય યુવાન તુલસીરામ સવજીભાઈ નામના યુવાનની લાશ મળી આવેલ હતી. આ બનાવ અંગે પોલીસે વધુ તપાસ આરંભી છે.