“નખત્રાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ. પશ્ચિમ કચ્છ ભજ”

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓ દ્વારા જુગારની બદી નેસ્ત નાબુદ કરવા માટે સુચના આપવામાં આવેલ.

જે સુચના અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટરશ્રી એચ.આર. જેઠી તથા પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી જે.બી.જાદવ નાઓએ જુગારની બદી નેસ્ત નાબુદ કરવા માટે લોકલ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફને સુચના આપેલ હતી. દરમ્યાન એ.એસ.આઇ. વિકેશભાઇ રાઠવા તથા પોલીસ કોન્સ્ટેબલ લાખાભાઇ રબારી તથા વિરમભાઈ ગઢવીનાઓ નખત્રાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન વિકેશભાઇ રાઠવા તથા લાખાભાઇ રબારીનાઓને સંયુક્ત રીતે બાતમી હકીકત મળેલ કે, નખત્રાણા ટાઉનમાં આવેલ વિશ્વકર્મા માર્કેટ એરીયામાં આવેલ શિવ હોટલના પાછળના ભાગે ખુલ્લામાં અમુક ઇસમો ભેગા મળી ગોળ કુંડાળુ વળી ગંજીપાના વડે રૂપિયા પૈસાની હારજીતનો જુગાર રમી રહ્યા છે અને તેઓની આ ગેરકાયદેસર પ્રવૃત્તિ હાલે ચાલુમાં છે. જેથી પોલીસ સ્ટાફના માણસો દ્વારા તુરંત જ વર્કઆઉટ કરી બાતમી વાળી જગ્યાએ જઈ રેડ કરતા નીચે મુજબના ઇસમોને ગંજીપાના વડે રૂપિયા-પૈસાની હારજીતનો જુગાર રમતા નીચેની વિગતે મુદ્દામાલ સાથે પકડી પાડેલ છે.

  • આરોપીઓ :-

સુચારામ ધનારામ બેન્સ ઉ.વ.૫૫ રહે.મુળ ગુરૂનાનકનગર, ગામ- દિનાનગર, તા.જી. ગુરદાસપુર રાજ્ય. પંજાબ. હાલે રહે. વિશ્વકર્મા માર્કેટ, નખત્રાણા

  • નરેન્દ્રપાલ વજીરચંદ બેન્સ ઉ.વ.૩૦ રહે.મુળ ગુરૂનાનકનગર, ગામ- દિનાનગર,તા.જી. ગુરદાસપુર રાજ્ય. પંજાબ. હાલે રહે. વિશ્વકર્મા માર્કેટ,નખત્રાણા
  • રામ જયંતીલાલ ઠક્કર ઉ.વ.૨૮ રહે. મણીનગર, નખત્રાણા તા.નખત્રાણા
  • કાનાભાઈ લાખાભાઈ રબારી ઉ.વ.૨૯ રહે. સુરલભીટ, નખત્રાણા તા.નખત્રાણા
  • વિનોદ લીલાધર ઠક્કર ઉ.વ.પર રહે. મણીનગર, નખત્રાણા તા.નખત્રાણા
  • શૈલેન્દ્રસિંહ ભુરજી સોઢા ઉવ.૩૦ રહે. મણીનગર, નખત્રાણા તા.નખત્રાણા
  • અભયસિંહ સવાઈસિંહ સોઢા ઉવ.૩૭ રહે. મણીનગર, નખત્રાણા તા.નખત્રાણા
  • કબ્જે કરેલ મુદામાલ
  • રોકડા રૂપીયા – ૪૬,૭૦૦/-

ગંજીપાના નંગ-પ૨. કી.રૂ.૦૦/-

એમ કુલ્લે કી.ગ.૪૬,૭૦૦/- ના મુદામાલ સાથે ઉપરોકત પકડાયેલ ઇસમો વિરૂધ્ધ નખત્રાણા પોલીસ સ્ટેશન ખાતે ગુ.ર.નં. ૧૦૩૦/૨૦૨૫ જુગાર ધારા કલમ ૧૨ મુજબ ગુનો રજીસ્ટર કરાવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.