રાત્રી ઘરફોડ ચોરીનો વણશોધાયેલ ગુનો શોધી આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ, પશ્ચિમ કચ્છ ભુજ”


“ભુજ શહેર એ ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી થયેલ રાત્રી ઘરફોડ ચોરીનો વણશોધાયેલ ગુનો શોધી આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ. પશ્ચિમ કચ્છ ભુજ”
શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ જીલ્લામાં ચોરીના વધતા જતા બનાવો અટકાવવા તેમજ વણશોધાયેલ ગુનાઓ તાત્કાલિક અસરથી શોધી આવી પ્રવૃત્તિ આચનાર ઇસમો સામે કડક કાર્યવાહી કરવા સુચના આપેલ.
ગઇ તારીખ ૧૧/૧૦/૨૦૨૫ ના રોજ ભુજ શહેર એ ડીવીઝન પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુ.ર.નં.૧૦૨૫/૨૦૨૫ બી.એન.એસ.ની કલમ-૩૦૫(એ). ૩૩૧(૩). (૪) મુજબનો રાત્રી ઘરફોડ ચોરીનો ગુન્હો દાખલ થયેલ
જેથી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર એચ.આર.જેઠી તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટરશ્રી જે.બી.જાદવ નાઓએ ઉપરોક્ત વણશોધાયેલ ગુનો તાત્કાલિક અસરથી શોધી કાઢવા માટે લોકલ ક્રાઇમ બ્રાન્યના કર્મચારીઓને સૂચના અને માર્ગદર્શન આપેલ જે સૂચના મુજબ એ.એસ.આઇ. પંકજભાઇ કુશવાહ, અનિરુધ્ધસિંહ રાઠોડ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ નવીનભાઇ જોષી, રાજેન્દ્રસિંહ રાઠોડ તથા પો.કોન્સ. જયદેવસિંહ જાડેજાનાઓ સદર ગુનો શોધી કાઢવા ભુજ શહેર વિસ્તારમાં તપાસમાં હતા દરમ્યાન પંકજભાઇ કુશવાહ તથા જયદેવસિંહ જાડેજાનાઓને હ્યુમન સોર્સીસ આધારે ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, રામજી ઉર્ફે ગબ્બર વિશ્રામ વાઘેલા રહે.સરવામંડપ પાસે, ભુજ વાળો હાલે આશાપુરા સ્કુલની પાસે હાજર છે અને તેની પાસે હાલે ચોરી કે છળપકપટથી મેળવેલ સિગારેટ તથા રજનીગંધાના પેકેટ છે અને જે સગેવગે કરવાની પેરવીમાં છે જે હકીકત આધારે તપાસ મજકુર ઇસમ મળી આવેલ અને મજકુર ઇસમના કબ્જામાંથી મળી આવેલ મુદ્દામાલ બાબતે આધાર પુરાવા માંગાતા કોઇ પોતાની પાસે આધાર પુરાવા નહી હોવાનું જણાવેલ અને યુક્તિ-પ્રયુક્તિ થી પુછપરછ કરતા કબુલાત આપેલ કે ગઇ તા.૦૯/૧૦/૨૦૨૫ ના રાત્રીના આશરે એકાદ વાગ્યાના અરસામાં ભુજ મધ્યે વોકળા ફળીયામાં આવેલ લક્ષ્મી સેલ્સ દુકાનમા ઉપરથી પતરા ખોલી અંદર પ્રવેશી અને દુકાનમાથી ચોરી કરી લીધેલ અને બાદ મારા પાસે રાખી દીધેલ અને આજરોજ હુ આ વેંચવા માટે નીકળેલ હોવાની હકીકત જણાવેલ જેથી મજકુર આરોપીને આગળની કાર્યવાહી સારૂ ભુજ શહેર એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે સોપવામાં આવેલ છે.
: પકડાયેલ આરોપી
રામજી ઉર્ફે ગબ્બર વિશ્રામ વાઘેલા ઉ.વ.૨૨ રહે.હાલે શનિદેવ મંદીર સામે ભક્તિપાર્ક ભુજ મુળ રહે.સરવા મંડપ પાસે શક્તિ હોટેલ પાછળ ભુજ
- કબ્જે કરેલ મુદામાલ
- એડવાન્સ સીગરેટના ૧૦ પેકેટ સિગરેટ કિં.રૂ.૩૧૦૦/-
રજની ગંધાના પેકેટ નંગ-૦૪ કિં.રૂ.૧૮૪૦/-
- એન્ડ્રોઈડ મોબાઈલ ફોન નંગ-૦૨ કિ.રૂ. ૧૦,૦૦૦/-
વણશોધાયેલ શોધી કાઢેલ ગુનો
- ભુજ શહેર એ ડીવીઝન પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુ.ર.નં.૧૦૨૫/૨૦૨૫ બી.એન.એસ.ની કલમ-૩૦૫(એ), ૩૩૧(૩). (૪) મુજબ