ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગ, સ્વર્ણિમજયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના વર્ષ ૨૦૨૫ અંતર્ગત વિકાસ સપ્તાહ ઉજવણીના ભાગરૂપે થીમટીક-ડે પ્રોગ્રામ-૨૦૨૫નું આયોજન કરાયું
ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગ, સ્વર્ણિમ
જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના વર્ષ ૨૦૨૫ અંતર્ગત વિકાસ સપ્તાહ ઉજવણીના ભાગરૂપે
ડૉ.બાબાસાહેબ આંબેડકર કન્વેન્સન સેન્ટર ખાતે થીમટીક-ડે પ્રોગ્રામ-૨૦૨૫નું આયોજન કરવામાં આવ્યું
હતું.
જેમાં આયુષ્માન કાર્ડ વિતરણ, પી.એમ. સ્વનિધિ લાભાર્થીઓને ચેક વિતરણ , ગ્રીન
નવરાત્રી વિજેતાઓને અને સ્વચ્છતા હિ સેવા અંતર્ગત વિવિધ સ્પર્ધાના વિજેતાઓને પ્રમાણપત્ર
વિતરણ અને સાંસ્કૃતિક કાર્યક્રમો તથા સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના વર્ષ ૨૦૨૪-૨૫
અને ૨૦૨૫-૨૬ ની જુદી જુદી ગ્રાન્ટો માંથી અંદાજે ૮.૪૦ કરોડના ખર્ચે જુદા જુદા ૩૬ રસ્તાના કામો
તથા કેટલ પોન્ડના કામોનું ઈ-ખાતમૂહુર્ત ગાંધીધામ ધારાસભ્યશ્રી માલતીબેન મહેશ્વરી તથા
મહાનગરપાલિકાના કમિશનરશ્રી મનીષ ગુરવાનીના હસ્તે કરવામાં આવ્યું હતું. તેમજ નવજીવન સેવા
શ્રેયના દિવ્યાંગ બાળકો તથા પૂર્વીકલા કેન્દ્ર ભુજ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજુ કરવામાં આવ્યા હતાં. આ
કાર્યક્રમમાં સ્વદેશી મેળાના લોકો તથા બહોળી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતાં તેવું
મહાનગરપાલિકા અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.