માંડવીના આસંબિયા નજીક પેટ્રોલ પંપ પર પાર્ક કરેલા ડમ્પરમાંથી બેટરીઓની તસ્કરી કરનાર આરોપી પોલીસની ગિરફ્તમાં

copy image

માંડવીના આસંબિયા નજીક પેટ્રોલપંપ પર પાર્ક કરેલા ડમ્પરમાંથી બેટરીઓની તસ્કરી કરનાર આરોપી ઈશમોને પોલીસે દબોચી લીધા છે. ત્યારે આ મામલે વધુમાં સૂત્રો જણાવી રહ્યા છે, ગત તા. 9-10ના રાત્રે બેથી ત્રણ વાગ્યા દરમ્યાન નીલમ પેટ્રોલપંપ પર પાર્ક કરવામાં આવેલ ડમ્પરોમાંથી બેટરીઓની તસ્કરી થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ હતી. જે મામલે તપાસ હાથ ધરી પંપના સીસીટીવીની તપાસ હાથ ધરવામાં આવી હતી. હાથ ધરવામાં આવેલ તપાસ દરમ્યાન બે ઇસમ બેટરીઓની ચોરી કરતા હોવાનું સામે આવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી અને આરોપી ઈશમોને દબોચી લીધા હતા. પોલીસે આરોપી શખ્સોની ધરપકડ કરી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.