ભુજ નગરપાલિકા દ્વારા દીપોત્સવી પર્વને ધ્યાનમાં રાખીને રાત્રી સાઈ શરૂ કરવામાં આવી

ભુજ નગરપાલિકા દ્વારા દિવાળી તહેવારને અનુલક્ષીને રાત્રી સફાઈની અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. ભુજ નગરપાલિકા દ્વારા વોર્ડવાઈઝ વિવિધ વિસ્તારો મધ્યે સામુહિક રાત્રી સફાઈ છેલ્લા ૮ દિવસ થી કરવામાં આવી રહી છે. મેઈન બજારો, ભીડભાડ વાળા વિસ્તારો તેમજ જાહેરમાર્ગો મધ્યે આ સફાઈનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. નગરપાલિકા દ્વારા જે આ આયોજન કરવામાં આવ્યું છે તેનાથી શહેરીજનોને પડતી મુશ્કેલી દુર થશે તેમજ આ કામનું મોનીટરીંગ સેનિટેશન શાખાના ચેરમેન અનિલભાઈ છત્રાળા દ્વારા કરવામાં આવી રહ્યું છે તેમની દેખરેખ હેઠળ સેનિટેશન ઇન્સ્પેક્ટર મિલનભાઈ ગંધા તેમજ તેમની સમગ્ર ટીમ આ કામગીરી કરી રહી છે.

આ અંગે વધુમાં વિગત આપતા સેનિટેશન શાખાના ચેરમેન અનિલભાઈ છત્રાળાએ જણાવ્યું હતું કે ભુજના વિવિધ વિસ્તારોમાં રૂબરૂ મુલાકાત લઈ તે વિસ્તારના નગરસેવકોને સાથે રાખીને આ અભિયાન દીપોત્સવી પર્વ સુધી ચાલુ રહેશે. હાલ ૨૫ થી ૩૦ જેટલા ટ્રેકટર્સ તેમજ ૫૫ થી ૬૦ જેટલા સફાઈ કામદારોને સાથે રાખીને આ રાત્રી સફાઈ અભિયાન ચાલુમાં છે.