રાજકોટમાં ૭૫,000 ની બનાવટી નોટ સાથે એક ઈસમ પકડાયો

રાજકોટમાં રૂ. ૭૫ હજારની બનાવટી નોટ સાથે એસઓજીએ એક ઈસમને પકડી પાડી પ્રિન્ટર સહિતનો મુદ્દામાલ જપ્ત કરીને આગળની તપાસ હાથ ધરી છે. રાજકોટ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ તથા જોઈન્ટ પોલીસ કમિશનર અજયકુમાર ચૌધરી, નાયબ પોલીસ કમિશનર રવિમોહન સૈની, મનોહરસિંહ જાડેજા તથા ઈસમ ક્રાઈમ જે.એચ. સરવૈયાના માર્ગદર્શન મુજબ પીઆઈ આર.વાય. રાવલની સૂચનાથી એસઓજી પીએસઆઈ બી.કે. ખાચર સહિતના સ્ટાફે આસ્થારેસીડન્સી પાછળ લક્ષ્‍મણ જુલા પાર્ક શેરી નં- ૩માં આવેલા મકાનમાં બનાવટી નોટ બનતી હોવાની મળેલી બાતમીના આધારે રેડ પાડી હતી. જે રેડમાં અરવીંદ ધીરૂભાઈ અકબરીના ઓમ લખેલા મકાનમાં પોલીસે રેડ પાડીને રૂ. ૨ હજારના દરની ૩૩, રૂ. ૫૦૦ના દરની ૧૨, રૂ. ૨૦૦ના દરની ૧૫ બનાવટી નોટો મળી આવી હતી. તેમજ રૂ. ૫૦૦ના દરની અસલ નોટો પણ મળી આવી હતી. પોલીસે રૂ. ૭૫ હજારની બનાવટી નોટો, કલર પ્રિન્ટર, પ્રિન્ટરનો કેબલ, કાચનો ટુકડો, કટર, કોરા સફેદ કાગળો સહિતનો મુદ્દામાલ જપ્ત કરીને ઈસમની અટકાયત કરીને આગળની તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *