કચ્છ જિલ્લામાં SIRની કામગીરીને લઈને અનેક સવાલો ઊભા થયા

કચ્છ જિલ્લામાં SIR ની કામગીરીને લઈને સવાલો ઉભા થયા છે ….મતદાન સુધારણા કાર્યક્રમ દરમિયાન ફોર્મ નંબર 7 દૂર ઉપયોગ કરીને મુસ્લિમ મતદારોના નામ મતદારયાદી માંથી કમી કરવામાં આવ્યા છે…જેને લઈને આજે અખિલ કચ્છ મુસ્લિમ યુવા કોર કમિટી દ્વારા કલેકટરને આવેદનપત્ર પાઠવામાં આવ્યું હતું…. કોઈપણ જાતની ચકાસણી અને આધાર પુરાવા વગર ફોર્મ નંબર 7 સ્વીકારવામાં આવ્યા છે.. જેના કારણે દલિત અને મુસ્લિમ સમાજના અનેક મતદારોનો મતદાનનો અધિકાર છીનવાયો છે…કચ્છ જિલ્લામાં મોટા પ્રમાણમાં ફોર્મ નંબર 7 સ્વીકારવામાં આવ્યા છે..આ ફોર્મ નંબર 7 માટે કોઈપણ જાતના આધાર પુરાવા લેવામાં આવ્યા નથી…ત્યારે તમામ મતદારો સામે દાખલ થયેલા તમામ ફોર્મ નંબર 7 ની નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તેવી માંગ મુસ્લિમ સમાજ દ્વારા કરવામાં આવી છે…
બાઈટ :-1 યાકુબ મુતવા – આગેવાન મુસ્લિમ સમાજ