વરસાણામાં નાળાંમાંથી આધેડની કોહવાઈ ગયેલી લાશ મળી આવી
copy image

વરસાણામાં નાળાંમાંથી 40થી 45 વર્ષીય અજાણ્યા આધેડની લાશ મળી આવતા ભારે ચકચાર મચી જવા પામી હતી. આ બનાવ અંગે વધુમાં વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ, વરસાણામાં આશાપુરા હોટેલ નજીક નાળાંમાં આ ઘટના બની હતી. નાળાંમાંથી અંદાજિત 40-45 વર્ષીય અજાણ્યા આધેડની કોહવાઈ ગયેલી હાલતમાં લાશ મળી આવેલ હતી. હતભાગીનું મોત કયા કારણોસર થયું હશે તે સહિતની આગળની વધુ તપાસ પોલીસે આદરી છે.