મેઘપર બોરીચી નજીક પગપાળા જઈ રહેલ યુવકને બસે હડફેટે લેતા મોત

acc

copy image

copy image

મેઘપર બોરીચી નજીક પગપાળા જઈ રહેલ શખ્સને બસ ચાલકે હડફેટે લેતા મોત થયું હતું. આ બનાવ અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ, અંજારથી ગાંધીધામ જતા માર્ગે આવેલ જીનસ કંપની નજીક મંજૂરી અર્થે આવેલ રાજુલાલ નામનો યુવાન પગપાળા જઈ રહ્યો હતો તે સમયે અજાણી બસે તેને ટક્કર મારતાં ગંભીર રીતે ઘાયલ થયો હતો. આ યુવાનને ગંભીર ઇજાઓના પગલે સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવેલ હતો. જ્યાં સારવાર દરમ્યાન તેનું મોત થયું હતું.