ભારાપર-તુણા રોડ પર સર્જાયેલ ગોઝારા અકસ્માતમાં 45 વર્ષીય આધેડનું મોત
copy image

ભારાપર-તુણા રોડ પર સર્જાયેલ ગોઝારા અકસ્માતમાં 45 વર્ષીય આધેડનું મોત થયું હોવાનો બનાવ સામે આવ્યો છે. ત્યારે આ બનાવ અંગે વધુમાં માહિતી મળી રહી છે જે અનુસાર ભારાપર-તુણા રોડ પર જે.એમ. બક્ષીની સાઇટ પર આ ઘટના બની હતી. અહીં કંપનીની સાઇટ પર મદનસિંઘ એન્જિનીયર તરીકે કામ કરી રહ્યો હતો. આ કંપનીમાં દીવાલ બનાવવાનું કામ ચાલુ હતું, જ્યાં લોખંડનો વજનદાર દરવાજો ફિટ કરવામાં આવેલ હતો. આ ઇજનેર દરવાજો તપાસ કરવા જતાં વજનદાર ગેટ તેની ઉપર પડ્યો હતો. આ ઘટનામાં તેને ગંભીર ઇજાઓના પગલે તેનું મોત થયું હતું. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી આગળની વધુ તપાસ આરંભી છે.