આદિપુરમાં કાર પાર્કિંગ મુદ્દે થયેલ ઝગડો હિંસક બન્યો
copy image

આદિપુરમાં મામૂલી મુદ્દે એક યુવાન પર હુમલો કરાયાનો મામલો પોલીસ ચોપડે ચડ્યો છે. ત્યારે આ મામલે વધુમાં સૂત્રો જણાવી રહ્યા છે, અંજારમાં રહી અને આદિપુરમાં શિવ મોટર્સ નામની ગેરેજ ચલાવનાર દુષ્યંત ડાયા લીંબાચિયા નામનો યુવાન ગત રાત્રે ગેરેજ પર હાજર હતો તે સમયે તેની બાજુમાં અન્ય ગેરેજ ચલાવનાર આરોપી ઈશમ ત્યાં આવેલ અને ગાડીઓ પાર્કિંગ મામલે ફરિયાદી સાથે ઝઘડો કર્યો હતો. આ ઝગડો હિંસક બની જતાં આરોપીએ ડિસમીસ ઉપાડી ફરિયાદીના માથામાં ઝીંકી દીધો હતો. આ મામલે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.