કચ્છનું રણોત્સવ એટલે પ્રવાસીઓ માટે હોટ ફેવરીટ ડેસ્ટીનેશન

કચ્છનું રણોત્સવ પ્રવાસીઓ માટે હોટ ફેવરીટ ડેસ્ટીનેશન બન્યું છે .. દરવર્ષે લાખો સહેલાણીયો સફેદરણની મુલાકાતે આવી રહ્યા છે .. આ વર્ષે રણોત્સવના પ્રારંભથી અત્યાર સુધીમાં સવા બે લાખ પ્રવાસીઓએ મુલાકાત લીધી છે જેના કારણે તંત્રને કરોડોની આવક થઈ છે ..
વિઓ -: 01
દરવર્ષે કચ્છના ધોરડો ખાતે રણોત્સવનું આયોજન કરવામાં આવે છે ..કચ્છ ધોરડો ખાતે યોજાતો રણોત્સવ પ્રવાસીઓને આકર્ષવામાં સફળ રહ્યો છે .. .. રણોત્સવ પ્રારંભ સાથેજ દેશ વિદેશમાંથી પ્રવાસી કચ્છની ધરતી પર ઉતરી રહ્યા છે..દેશ-વિદેશથી સફેદ રણની મજા માણવા માટે આવતા પ્રવાસીઓ પણ પોત-પોતાની રીતે અલગ અનુભૂતિ કરી રહ્યા છે. ક્યારેય ન નિહાળ્યું હોય તેવુ ડેસ્ટિનેશન નિહાળી પ્રવાસીઓમાં અનેરો આનંદ સાથે સફેદરણની મજા માણી રહ્યા છે.. આ વર્ષે રણોત્સવના પ્રારંભથી અત્યાર સુધીમા સવા બે લાખ પ્રવાસીઓ સફેદરણની મુલાકાત લીધી છે, જેના કારણે તંત્રને કરોડોની આવક થઈ છે ..
બાઇટ -: 01 અરુણ શર્મા – મામલતદાર – ભુજ ગ્રામ્ય
વિઓ -: 02
આ વર્ષે રણોત્સવ વિસ્તારને નો પ્લાસ્ટિક જોન જાહેર કર્યો છે .. અહિયાં પ્લાસ્ટિકના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે .ટ્રાફિકની સમસ્યા હળવી કરવા માટે ઓપન હોપઓફ સર્વિસ સેવા ચાલુ કરવામાં આવી છે ..રણોત્સવના રંગો પ્રવાસીઓને આકર્ષી રહ્યા છે .. લાખો પ્રવાસીઓ સફેદરણ અને ટેન્ટસીટીની મુલાકાત કરી અલગ અનુભૂતિ કરી રહ્યા છે ….આ વર્ષે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવએ રણોત્સવની મુલાકાત લીધી હતી…26 મી જાન્યુઆરીના દિવસે ધોરડોના સફેદરણમાં વિશ્વનો સૌથી મોટો તિરંગો લહેરાવ્યો હતો… જે પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર રહ્યો હતો…